31 Jan 2015

સરકી જાય છે

Posted by sapana

pushp

હાથમાંથી હાથ સરકી જાય છે
આ સમય લોકોને ભરખી જાય છે

જિદંગી કડવાશથી એવી ભરી
મોત પણ જોઈને છટકી જાય છે

આજ સંબંધો છે, પણ પ્લાસ્ટિકના છે
હા તરત મુજ આંખ પરખી જાય છે

આવવું તારું છો આકસ્મિક હો પણ
દિલ હજું મારું ય ધડકી જાય છે

જિંદગી તારી હવાનું શું કરું?
આંખ મારી કેમ ફરકી જાય છે?

એક સપના, લાખ પીડા છે અહીં
માથું મારું રોજ સણકી જાય છે
સપના વિજાપુરા

Subscribe to Comments

3 Responses to “સરકી જાય છે”

  1. એક સપના, લાખ પીડા છે અહીં
    માથું મારું રોજ સણકી જાય છે
    સપના વિજાપુરા

    સપનાબેન્….સરસ !
    તમે તો અત્યારે ઈન્ડીયા હશો.
    ચંદ્રવદન્
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. જિદંગી કડવાશથી એવી ભરી
    મોત પણ જોઈને છટકી જાય છે
    ખૂબ જ સુંદર શેર્….
    આજ સંબંધો છે, બધા પ્લાસ્ટિકના !
    આવવું તારું છો આકસ્મિક અહી …પણ્…છ્ંદ સુધારી લેશો..
    ક્ષણિક જગતના ક્ષણિક સબંધ નિભાવવા ક્ઠીણ્…જીવવું શી રીતે પ્રશ્ન કરી જાય્..

     

    Dilip Gajjar

  3. હાથમાંથી હાથ સરકી જાય છે……સુંદર રચના !

     

    Pravin Shah

Leave a Reply

Message: