7 Apr 2016

મન થાય છે

Posted by sapana

23feca0cb3711e4b97502de1685a0aa9

વિશ્વાસ કરવાનું ફરી મન થાય છે
આકાશે ઊડવાનું ફરી મન થાય છે

બચપન ગલી નાકે પહોંચ્યુ બસ હશે
પાંચીકે રમવાનું ફરી મન થાય છે

તાજી કબર છે આજ પણ તારી બહેન
કૈં વાત કરવાનુ ફરી મન થાય છે

વરસાદ મોસમનો પહેલો છે સખા
વ્હાલા પલળવાનું ફરી મન થાય છે

ઉદાસ મન ને આંસું આંખોમાં ભલે
મન મૂકી હસવાનું ફરી મન થાય છે

વેરાન આંખો છે હ્ર્દય પથ્થર છતાં
‘સપનાં’સજાવાનું ફરી મન થાય છે

સપના સપના

Subscribe to Comments

3 Responses to “મન થાય છે”

  1. વાહ! ખુબ સરળ ભાવભરી રચના. દિલમાં દસ્તક દેતી રચના.
    સરયૂ

     

    Saryu Parikh

  2. સરળ બાનીમાં સરસ ગઝલ

     

    અશોક જાની 'આનંદ'

  3. ઉદાસ મન ને આંસું આંખોમાં ભલે
    મન મૂકી હસવાનું ફરી મન થાય છે
    સરસ ભાવવાહી સરલ અને ગહન ગઝલ એક્દમ સ્મજાય જાય તેવી

     

    dilip

Leave a Reply

Message: