ઈશ્વર

આજ અમેરીકાએ ફરી પગ મૂક્યો મંગળ ઉપર!
માનવ નહીં પણ રોબોટ!!
તારી આ ધરતી આટલી વિશાળ!!
એમાં મારી નજર પહોંચતી નથી પંદર ફૂટ…
અને મંગળ…વાહ વાહ..
મારાં ખુદા કેટલું વિશાળ આ બ્રમહાંડ…
તારી કરામતનો પાર નથી…
કઈ કઈ રચનાની તારીફ કરું ?
ડાળી પર લચી પડતાં ફૂલોની
કે ઝરઝર વહેતાં ઝરણાની?
કે પછી ઉછળતા દરિયાની
આસમાને અડતાં પર્વતોની!!
મધૂર ગીત ગાતાં રંગબેરંગી પંખીની!!!
શીતળ ચાંદનીની કે કાળ ઝાળ સૂરજની!!
અને હવે મંગળ!! શું હશે એમાં!!
આ મોટા ગ્રહમાં?
મારું ‘હું પણું’ ખૂબ ગુંચવાયું છે..
ધરતી ઉપર ધમ ધમ ચાલી
મારી પાંચ ફૂટની કાયાને
બધાં કરતાં સર્વોપરી માની
ક્યાં ગયું એ અભિમાન?
હું તો હું પણ નથી
હું તો તું જ છે..
મારું અસ્તિત્વ બસ
એક મચ્છરની પાંખ સમાન…
તું મોટો…. ખૂબ મોટો….ખૂબ મોટો…
 તુજ  ઈશ્વર અને ખુદા પણ તુજ !!
સપના વિજાપુરા
૮-૦૬-૨૦૧૨

8 thoughts on “ઈશ્વર

 1. dilip

  મારું અસ્તિત્વ બસ
  એક મચ્છરની પાંખ સમાન…
  તું મોટો…. ખૂબ મોટો….ખૂબ મોટો…
  ઈશ્વર સમાન!!!
  ખુબ સુંદર અછાંદસ..ઈશ્વરની સર્વોપરિતા અને માનવની અલ્પગ્નતા.. સાથે સાયન્સની મંગળ સુધી ઉડાન્ વર્ણવી..

 2. DR. CHANDRAVADAN MISTRY

  હું તો તું જ છે..
  મારું અસ્તિત્વ બસ
  એક મચ્છરની પાંખ સમાન…
  તું મોટો…. ખૂબ મોટો….ખૂબ મોટો…
  ઈશ્વર સમાન!!!
  સપના વિજાપુરા
  ૮-૦૬-૨૦૧૨
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  સપનાબેન્,આ પોસ્ટ સાથે એક ઘટના….માર્સ પર માનવીએ મસીન મોકલ્યું….અને અકલ્પીત બ્રમાંડ ની યાદ તાજી થાય છે …અને અંતે, તમારા શબ્દો “તું મોટો ઈશ્વરસમાન”
  અને અહી સ્વીકાર છે “હૂ નથી ફક્ત તું જ એક છે !”
  આ જ મારો જીવન મંત્ર છે ” તું છે તો હું છું !”
  ગમ્યું !
  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo ! Inviting all your READERS to my Blog !

 3. pragnaju

  બધાં કરતાં સર્વોપરી માની

  ક્યાં ગયું એ અભિમાન?

  સત્ય લાધ્યું

  न था कुछ तो ख़ुदा था कुछ न होता तो ख़ुदा होता

  डुबोया मुझ को होने ने न होता मैं तो क्‌या होता

 4. Ramesh Patel

  કેટલો મોટો ખજાનો ને એ પરમ વિરાટતાનો એહસાસ..સરસ રીતે કરાવ્યો..સપનાબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)
  Invited…એકાન્તમાં….રમેશ પટેલ(આકાશદીપ)
  August 28, 2012 by nabhakashdeep | સંપાદન કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.