9 Apr 2015

મૌલા

Posted by sapana

dua

લગાગાગા લગાલગા  ગાગાગા

જુલમની હદ નજર કરી દે મૌલા.
જખમનાં તું મલમ કરી દે મૌલા.

 આ  દુનિયામાં કતલ  ન હો ખુદા  યા                  
તું ખંજરને કલમ કરી દે મૌલા.

હટાવી દે બિહામણા મંજર યા
હ્રદય મારું ખડક  કરી દે મૌલા.

અમન શાંતી કરી દે જગમાં યા
કયામતની ખબર કરી દે મૌલા.

કરોનાથી ઘણા દિપક બુઝાયા
હવે રહેમની નજર કરી દે મૌલા

ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે.
દુઆમાં તું અસર કરી દે મૌલા.

સપના વિજાપુરા

Subscribe to Comments

4 Responses to “મૌલા”

  1. “બચે નિર્દોષનાં કતલથી દુનિયા
    તું ખંજરને કલમ કરી દે મૌલા”
    બહુ સરસ અને દર્દીલી ગઝલ.
    સરયૂ

     

    Saryu Parikh

  2. Sachi unterni dua te sambhle j chhe..
    mast devine ghazal..
    fari sapna e haath uthavya chhe..
    duaama tu asar kari de maula..
    dard se mera daman bhar de ya maula
    aa gazal na chhand ma pratikruti thaay to kevi sunder gazal male..

     

    dilip

  3. ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે
    દુઆમાં તું અસર કરી દે મૌલા
    સપના વિજાપુરા
    સરસ !
    ગમ્યુ.
    >>>ચંદ્રવદન
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. સપનાબેન, આપની બે ગઝલ આ રવિવારે વેબગુર્જરી પર ડાયસ્પોરા વિભાગમાં મૂકવામાં આવશે. આપનું ઈ-મેલ એડ્રેસ ન હોવાથી અહીં મેસેજ મૂકું છું.

    આભાર સહ..

    -રેખા

     

    Rekha Sindhal

Leave a Reply

Message: