12 Jun 2009
શબ્દો
શબ્દો
લાલ બોઘનનાં ફૂલ છે શબ્દો,
હાર માળા પુષ્પોની છે શબ્દો.
પ્રેમબંધનની એ કડી બનશે,
આપણાં પ્રેમસાક્ષિ છે શબ્દો.
આવું તારી સમક્ષ તો ચૂપ રહે,
ગુંચવાતા એ મૌન છે શબ્દો.
તાંતણે એક બાંધે આપણને,
બાંધતી એક ડોર છે શબ્દો.
એક ને એક વાત હું કરું છું,
ઘૂટ્યા આંગળીથી છે શબ્દો.
પાસ કાંઈ જ નથી સપનાંની,
રેહવાનાં ફકત,એ છે શબ્દો.
છંદ-ગાલગાગાલગાલગાગાગા
સપના
સુંદર ભાવવાહિ રચના બસ આ જ રીતે કોક છંદને નજર સામે રાખી લખ્યે રાખવું. વખત આવ્યે પાકી છાંદસ રચના આપોઆપ પ્રગટશે. પ્રામાણિક પ્રયાસને દાદ.
Pancham Shukla
June 12th, 2009 at 11:05 pmpermalink
ખુબ સુન્દર રચના..છમ્દોબદ્ધ..લખતા રહેજો..
dilip gajjar
June 13th, 2009 at 10:19 pmpermalink
આવું તારી સમક્ષ તો ચૂપ રહે,
ગુંચવાતા એ મૌન છે શબ્દો.
ખુબજ સુદર શબ્દો નિ માયા જાળ
Santosh Bhatt
June 18th, 2009 at 5:02 ampermalink