ઉદાસ રહે છે

 

એક આખું ગામ ઉદાસ રહે છે
લોક એવા એની પાસ રહે છે

હોય દંગા એમા રોજ ફસાદ
ધર્મને નામે કંકાસ રહે છે

શેઠનાં મોટા મ્હેલો છે હજી ત્યાં
પણ સ્મશાને એની લાશ રહે છે

પાનખર આવી છે આજ ચમન પર
લાગણીની તોય સુવાસ રહે છે

કેસરી આછાં પ્યારા ગુલમ્હોર
ગામમાં થોડોક ઉજાસ રહે છે

વહેણ વાળી લીધાં કોઇએ નદીના
બંધના પાણીમાં વાસ રહે છે

ગામ મારું હતું રળિયામણું એવું
આજ પણ સપનેય કુમાશ રહે છે

ગામ બદલાશે કોઈ તો હશે જે
આવશે સપનાને આસ રહે છે

સપના વિજાપુરા
૮-૨૬-૨૦૧૨

 

12 thoughts on “ઉદાસ રહે છે

 1. સુરેશ જાની

  એક આખું ગામ ઉદાસ રહે છે
  લોક એવા એની પાસ રહે છે

  પાનખર આવી છે આજ ચમન પર
  લાગણીની તોય સુવાસ રહે છે
  ——
  મેચ નથી થતુ .

 2. pragnaju

  મત્લા આખી ગઝલ જેવો જોરદાર
  પાનખર આવી છે આજ ચમન પર
  લાગણીની તોય સુવાસ રહે છે
  વાહ્
  યાદ
  વસંતે બેઉને સરખાં જ સદભાવે ઉછેર્યાં, પણ;
  કહે છે પાનખર : ફૂલો નહીં, હું ખાર રાખું છું !

  મને આ વિશ્વ કેરી જિંદગીનો પ્યાર પણ કેવો !
  કે જન્નતના બધાં સુખચેન પેલે પાર રાખું છું!

 3. Devika

  સરસ ભાવ,સપના. ફ્લોરીડાના પોએટ્રી ફેસ્ટીવલમાં પ્રત્યક્ષ સાંભળવાની પણ મઝા આવી હતી..

 4. Kiran Shah

  મારા ગામમાં તો હું ..
  દોડતી ને કુદત રહુ છું….

  મારી આખોને હસતી .રમતી રાખું છું..
  કોઈકના સુના દિલ પર હું બેન બની..તો દિકરી બની….ને

  જીવંત રહું છું…
  કેસરી ગુલમહોર હોય કે…

  કે..નદીને તરોતાજા કે ..
  ઉભરાયેલ નીર..

  બધાંને જોઈએ..માત્ર ને માત્ર ..
  સપનાં કેરાં સબંધ………………ને હું તો મારા ગામમાં દોડતી ને…..

 5. Ramesh Patel

  એક માણેલી મીઠી સુવાસનો સુંદર તલસાટ ગઝલમાં છવાયો છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. DR.CHANDRAVADAN MISTRY

  ગામની યાદ….સપના એવી યાદમાં લખે સુંદર શબ્દોમાં…જે વાંચી ચંદ્ર ખુશ થઈ લખે….>>>>
  બેન, મારી તું ના થા ઉદાસ,
  પાનખર પછી હોય ખુશીનો પ્રકાશ,
  ધર્મના નામે આજે છે જે કંકાસ,
  ખુદા કે ઈશ્વર એક સમજે ફરી પ્રકાશ,
  જે થશે તે ગમશે જરૂર સપનાને,
  એવું જાણી, ખુશી હશે ચંદ્રને !
  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting All to Chandrapukar !

 7. dilip

  ગામ બદલાશે કોઈ તો હશે જે
  આવશે સપનાને આસ રહે છે
  સુન્દર ગઝલ….આપના વિડીઓમાં સાંભળી..
  હું આમ જ ઉમેરું……..
  આમ તેનો સર્વમાં વાસ રહે છે
  પૂષ્પમાં એની જ સુવાસ રહે છે.

 8. shailesh jadwani

  પાનખર આવી છે આજ ચમન પર
  લાગણીની તોય સુવાસ રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.