30 Oct 2014

પડછાયા

Posted by sapana

લાંબા ટૂંકા થતા અને
ક્યારેક મારામાં જ સમાતા
મારાં પડછાયા!!
પીછો નથી છોડતાં
મારાં પડછાયા..
વળગેલા રહે છે મને
જળાની માફક
આ પડછાયા!!!
સુખ દુખ પણ છે
આ પડછાયા જેવાં…
ફરે છે મારી સાથે
પડછાયાની જેમ..
આ પડછાયા અળગા
શી રીતે કરવાં?
હા માણસ મરી જાય તો
પડછાયાથી પીછો છૂટે..
કારણ મર્યા પછી
જનાઝામાં સુવાનું કફન ઓઢીને
અને બસ…
પડછાયા ગયાં..અને
હા.. પેલા સુખ દુખનાં
પડછાયા પણ ગુમ થઈ ગયા!!!
હાશ માનવી અંતે થયો
પડછાયા રહિત!!!
સપના
૨-૦૫-૨૦૧૨

Subscribe to Comments

2 Responses to “પડછાયા”

  1. સરસ્….
    મારા જ બ્લોગ પર “પડછાયા” વિષે…

    http://chandrapukar.wordpress.com/2014/10/25/%E0%AA%AA%E0%AA%A1%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/

    આવજો !
    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. વાહ્ સુંદર અછાંદસ… પડછાયાથી પીછો છોડાવવો સહેલો નથી….

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: