7 Jun 2009
ભૂલાવું શું?
હથેળીમાં લખેલું
તારું નામ ભૂસાડું
દિલનું શું?
ભૂલાવું શું?
તારુ દિલથી નામ હું ભૂલાવું શું?
હા,કીનારે નાવ હું ડૂબાવું શું?
જિંદગીમાં સાથ સથવારો નથી,
છે સ્મરણ બાકી એ પણ ભૂલાવું શું?
તે નહીં મળવાનું માંગ્યું છે વચન,
એ વચન તોડી હું મળવા આવું શું?
માફ કર્યા જા મેં મારાં સ્પંદનો ,
મારું દિલ ધડકે જો હું છૂપાવું શું?
કાઈ કહેવાનું બાકી જ નથી,
છે દીવાલો મૌનની તોડાવું શું?
જો હ્ર્દયમાં દુખે ને આંખ પલળે,
આમ નાની વાત હું દર્શાવું શું?
જો નથી વાત તારી કોઈ એમાં,
એ મહેફીલમાં આપણે જાવું શું?
હો ખબર જો પૂર્ણ સ પના થાય ના ,
એ જ સપનાં નયનમાં પાળું શું?
છંદ-વિધાનઃ ગાલગાગાગાલગાગાગાલગા
સપના
સરસ રચના છે. મને આ છંદની સમજ પડે એની રાહ જોઉઁ છું.
Natver Mehta, Lake Hopatcong,NJ, USA
June 8th, 2009 at 12:30 ampermalink
તે નહીં મળવાનું માંગ્યું છે વચન,
એ વચન તોડી હું મળવા આવું શું??/
ખુબ સરસ્…
neetakotecha
June 8th, 2009 at 2:21 ampermalink
વધુ સારો પ્રયાસ…
“દિલ” ગાલ તરીકે લીધું છે, એ ખોટું છે. ‘દિલ’ને એક ગા તરીકે જ લેવાય ..
એ જ રીતે ‘સ્મરણ’ લગા તરીકે લેવાય પણ સ્મરણો ગાગા તરીકે લેવાય…
શુભેચ્છાઓ…
વિવેક ટેલર
June 8th, 2009 at 8:00 ampermalink
i don’t konw much about poems and chand…but all i can say that it was lovely..
afreen
June 8th, 2009 at 2:53 pmpermalink
ખૂબ સારો પ્રયત્ન છે,
છંદ રચના તો અનુભવે જ આવડે !
લખતા રહેશો.
Keep it up !
P Shah
June 9th, 2009 at 6:23 ampermalink