7 May 2009

કબર પણ મળશે

Posted by sapana

કબર પણ મળશે

મંઝિલની શોધમાં સુહાની સફર પણ મળશે,

કંટકોની વચ્ચે ફૂલોની  સફર પણ મળશે.

રાત ભલે વીતાવી અમે ચંદ્રને તાકી તાકી ને,

રાત ગઈ તો સોનેરી સવાર પણ મળશે.

જિંદગી છે બાકી તો રસ્તા મળશે આપણાં,

આપણી મુલાકાતનો અવસર પણ મળશે.

કલમ ઊઠાવી જો લખવા જઈશ તારી વાતો,

ટોળાં ને ટોળાં મળીને અક્ષ્રર પણ મળશે.

સાંકડાં પડ્યા મહેલ જે વા રહેઠાણો જીવનમાં,

મ્રુત્યુ પછી મને વિશાળ કબર પણ મળશે.

મંઝિલ ન મળે તો પણ ચાલતી રહીશ,

રસ્તામાં તારા જેવો હમસફર પણ મળશે.

સપનાઓ પૂરાં થશે હાથ ઊઠાવવાથી,

દિલોની દુઆઓમાં અસર પણ મળશે.

સપના

Subscribe to Comments

4 Responses to “કબર પણ મળશે”

 1. સાંકડાં પડ્યા મહેલ જેવા રહેઠાણો જીવનમાં,

  મ્રુત્યુ પછી મને વિશાળ કબર પણ મળશે.

  સુંદર….

   

  સુનિલ શાહ

 2. Thanks Sunil.
  Keep giving comment.
  Sapana

   

  sapana

 3. સાંકડાં પડ્યા મહેલ જે વા રહેઠાણો જીવનમાં,

  મ્રુત્યુ પછી મને વિશાળ કબર પણ મળશે.

  બહુ સુદર્

   

  BHARAT SUCHAK

 4. અરે તમે તો ખરેખર બહુ જ સરુ લખો ચ્હો……….i want to askone question after seeing ur poem………….

   

  vivek tank

Leave a Reply

Message: