22 Apr 2009

પપ્પાને મળવાં

Posted by sapana

 

દીકરી એટલે વ્હાલનો દરિયો.અને દીકરી જ્યારે પપ્પાની લાડકવાયી હોય અને વરસોથી પરદેશમાં વસી ગઈ હોય તો??અને અચાનક દીકરીને સમચાર મળે કે તારાં વહાલસોયા પિતા છેલ્લાં શ્વાસ ગણી રહ્યા છે..દીકરી જટ ટીકીટ કઢાવી પ્લેનમાં બેસે છે..એક એક મિનીટ એક એક વરસ જેવી જાય છે..આખું બચપન નજર સામેથી પસાર થઈ જાય છે..આંખોનાં આંસું સુકાતાં નથી અને દીકરી દેશમાં પહોંચે છે..અને જ્યારે પપ્પાનો સુકાઈ ગયેલો હાથ પોતાનાં હાથમાં લઈને કહે છે કે પપ્પા તમારી દીકરી પરદેશથી આવી છે પપ્પાને મળવાં..અને પપ્પાની ફીકી આંખો દીકરીને ઓળખી શકતી નથી અને પૂછે છે કે આ બહેન કોણ છે ત્યારે જે હાલત દીકરીની થાય છે ખરેખર એ હાલત શબ્દોમાં વર્ણવી ખૂબ અઘરી છે…એટલે આ એક પ્રયાસ છે પણ હજું પૂરી લાગણી વ્યકત નથી થઈ..પરદેશમાં રહેતી દરેક દીકરીની વ્યથા વર્ણવાનો પ્રયાસ છે..

સપના વિજાપુરા

પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવાં,
રડતી રડતી   તડપતી  પપ્પાને મળવાં.

ઘર તો જાણે સુનું ‘તુ દરવાજા રડતાં
જલ્દી જલ્દી પહોંચી  પપ્પાને મળવાં.

પકડીને હાથ એ ઢગલો થઈ ગઈ ત્યાં જ
જોઈને હેબકાઈ પપ્પાને મળવાં.

ફીકી ને બોલતી  એ આંખો પપ્પાની
બચપન એ શોધવાં જઈ પપ્પાને મળવાં

“પપ્પા, લો દીકરી  આવી પરદેશેથી
અંતર લાંબાં એ કાપી પપ્પાને મળવાં

પપ્પા તાકી રહ્યા ખાલી આંખોથી બસ,
આ છે કોણ બેન આવી પપ્પાને મળવાં

દિલમાં ઊંડુ કશું ખૂંચી ગયું ,કંપી ગઈ
“હું  છું તમ અંશ આવી  પપ્પાને મળવા.”

પંખી ઊડી ગયું પપ્પા સિધાવ્યા પરલોક
‘સપના’  ક્યારે  જશે ઈ પપ્પાને મળવા.

સપના વિજાપુરા

 

Subscribe to Comments

4 Responses to “પપ્પાને મળવાં”

  1. “પપ્પા,હું તમારું અંશ, આવી છું હું પપ્પાને મળવા.”

    પ્રાણ પંખેરુ ઉડી ગયું પપ્પાનુ થયું દેહનીધાન,

    સપના પહોંચી ગઈ છેલ્લી વાર પપ્પાને મળવા.
    very touchy & true poem.. keep it up sapana.

     

    VISHWADEEP

  2. વિશ્વદિપભાઈ,
    આભાર. તમારો અભિપ્રાય ઘણો મહત્વનો છે.
    સપના

     

    sapana

  3. હ્રદયસ્પર્ધી

     

    અશોક જાની 'આનંદ'

  4. “પપ્પા”શબ્દ દીકરીના મુખેથી….અને પપ્પાના હૈયેથી પ્રેમના નીર.અને નયને વ્હાલના આંસુંઓ.
    સરસ પોસ્ટ !
    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

Leave a Reply

Message: