શ્યામના સપના !


સખા તારી જ

પ્રીતનાં રંગે મને

રંગેલી કરી

ગઝલ

ચૂંદડી  તેં   શ્યામ,   રંગેલી   કરી,
વાંસળીથી   શ્યામ,  તે   ઘેલી  કરી.

મેં  કર્યા  રસ્તા  હ્રદયમાં આવવા,
શ્યામ  જો,  મેં  આંખમાં ડેલી કરી.

નીર  ધારે   ચાલતો   તું    આવજે,
પ્રેમરસની   આજ   મેં   રેલી  કરી.

બાવરી  હું   બાવરી   વનવન  ફરું,
શ્યામ  શીદને  ભાન  ભૂલેલી  કરી ?

શ્યામ  તું  તો,  રુક્ષ્મણિનો  કંથ  છે,
કેમ   રાધા  જગમહીં   પહેલી કરી ?

શ્યામ  મળવા  કુંજગલીઓમાં ફરું
વ્રજની  ગોપીઓ  મેં સાહેલી કરી.

ચૂલે  આંધણ  નાથ  બળતાં જાય રે,
લોક  હસતા, શ્યામ  તેં  છેલી કરી.

છોડ  મુજ નાજુક કલાઈ કહાન  તું
જો    ચૂડીઓ   તેં જ   તુટેલી  કરી.

શ્યામના ‘સપના’ નયનમાં હું સજુ
હેતની    હૈયામાં   તેં   હેલી   કરી.

-સપના વિજાપુરા

છંદઃગાલગાગા ગાલગાગા ગાલગા


20 thoughts on “શ્યામના સપના !

 1. P Shah

  હેતની હૈયામાં તેં હેલી કરી…..
  સુંદર રચના !
  અભિનંદન !

 2. મયુર

  સખી, તમારી
  બહું નોખી લાગે છે.
  પ્રિત ની રીત

  — કુમાર મયુર —

  મારો બ્લોગ આપના આગમનની પ્રતિક્ષા કરી રહ્યો છે.

  તો અવશ્યથી પધારજો

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

 3. dilip

  શ્યામ તું તો, રુક્ષ્મણિનો કંથ છે,
  કેમ રાધા જગમહીં પહેલી કરી ?

  શ્યામના ‘સપના’ નયનમાં હું સજું
  હેતની હૈયામાં તેં હેલી કરી.

  સુંદર આસ્વાદ્ય શ્યામરંગી પ્રણયરંગી ઘેલી ગોપીભાવની રચના આથીય સુંદર લઈ આવો તેવી આશા સાથે.

 4. Pancham Shukla

  સરસ ગઝલ.
  આ છંદ તમને સહજ છે અને સારી રીતે જ્ળવાયો પણ છે.
  જવલ્લે જ વપરાતો છેલી શબ્દપ્રયોગ ગમ્યો.

 5. dilip

  હાઈકુ પણ સરસ છે અને રજુઆત પણ રાધાશ્યામના અનુરુપ ચિત્ર સાથે પ્રણયરંગી રચના વાંચવી ગમે, લલકારવી પણ ગમી જાય લખતાં રહો..એજ અભિલાષા.

 6. sudhir patel

  સરસ હાઈકુ સાથે માણવી ગમે એવી શ્યામ રંગી ગઝલ!
  સુધીર પટેલ.

 7. Ramesh Patel

  શ્યામના ‘સપના’ નયનમાં હું સજુ
  હેતની હૈયામાં તેં હેલી કરી.
  -સપના વિજાપુરા

  મનના ભક્તિસભર ભાવને ગઝલમાં આપે અનોખી રીતે
  ઢાળ્યા છે.તાજગી ભરી કૃતિ લાગી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 8. Daxesh Contractor

  છોડ મુજ નાજુક કલાઈ કહાન તું
  જો ચૂડીઓ તેં જ તુટેલી કરી.

  ચૂડીઓ તૂટવાનો અર્થ છે પોતાના સૌભાગ્યનો નાશ. પરંતુ અહીં જે રીતે તમે એને પ્રયોજ્યો છે એ ભાવ ખુબ ઊંડો અને દાદ માગી લે એવો છે. ગોપીઓ કૃષ્ણના પ્રેમમાં એટલી ડૂબી જતી હતી કે પોતે પરણેલી છે, ગૃહસ્થી છે એવું સાનભાન ભુલી કૃષ્ણ પાછળ પાગલ બની દોડતી. એ રીતે જોઈએ તો પ્રેમની એ પ્રબળતા આ બે પંક્તિઓમાં સુંદર રીતે પ્રકટ થઈ છે.

 9. preetam lakhlani

  સ્વપ્ના બેન્ ૧૭ શબ્દ અટલે હાયકુ નહી, જો આપણને કાવ્ય શુ છે એ ખબર ન હોય તો કારણ વિના કોઈ ને ખાલિ પણ ન કહેવુ કે તમારી હાયકુમા mastery Che. આ પ્રેમ તો વાદરાના હાથમા દીવો આપવા જેવી વાત થઈ….

 10. Santosh Bhatt

  Bhabhi,

  Welcome home. I missed your writing and poems.

  A most beautiful, Tickling writing of yours is always enjoyed by us and i always look forward to red more.

  God bless you and hope your trip had a stunning experience of world and People.

  Sanji Bhatt

 11. Girish Parikh

  ચૂંદડી તેં શ્યામ, રંગેલી કરી,
  વાંસળીથી શ્યામ, તેં ઘેલી કરી.

  કૃષ્ણપ્રેમથી છલોછલ ભરેલું આખું કાવ્ય ખૂબ જ ગમ્યું. ઉપરનો શેર વાંચતાં આદિલનો આ શેર યાદ આવ્યોઃ

  વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
  કૃષ્ણ એવું શું છે તારા નામમાં

  લખતાં રહો સપનાબહેન.

  આ કાવ્ય તમારા પ્રગટ થનારા સંગ્રહ ‘ખૂલી આંખનાં સપનાં’ માં છે?

  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  ‘આદિલના શેરોનો આનંદ’ માણો અને વહેંચોઃ
  http://www.girishparikh.wordpress.com

 12. Girish Parikh

  કૃષ્ણ પ્રેમથી છલોછલ ભરેલું કાવ્ય.

  ચૂંદડી તેં શ્યામ, રંગેલી કરી,
  વાંસળીથી શ્યામ, તેં ઘેલી કરી.

  ઉપરનો શેર વાંચતાં આદિલનો નીચેનો શેર યાદ આવ્યોઃ

  વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
  કૃષ્ણ એવું શું છે તારા નામમાં

  સપનાબહેન, તમારા પ્રકાશિત થનારા કાવ્યસંગ્રહ ‘ખૂલી આંખનાં સપનાં’ માં આ કાવ્ય છે?

 13. અશોક જાની 'આનંદ'

  મજાની રચના…કૃષ્ણ પ્રેમની સુંદર અભિવ્યક્તિ..

 14. dilip

  શ્યામ તું તો, રુક્ષ્મણિનો કંથ છે,
  કેમ રાધા જગમહીં પહેલી કરી ?
  જન્માષ્ટમીના, પ્રસંગે આપની શ્યામની રચના ખુબ જ ગમી આપની વ્યાપક મનોભાવના અને અભ્યાસ દર્શાવે છે..બાટલીના કવિ સંમેલન માં પણ મહેક ટંકારવીએ શ્યામ નું સુંદર મુક્તક રજુ કર્યુ..
  આપની આ રચના ગમી જાય તેવી છે.

 15. અશોક જાની 'આનંદ'

  ક્રુષ્ણ પ્રેમની મધુર ગઝલ… !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.